Kutchimadu
Nothing is Impossible
Thursday, March 17, 2011
Friday, January 28, 2011
Wednesday, January 12, 2011
HASYA THI RUDAN SUDHI
હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર
[નિર્મિશભાઈના ‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ વધુ બે કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.]
[1] અજમો અજમાવો
‘નિમ્મેસ ભૈ, હું કરટા છો ?’ અચાનક મારા કાનમાં ગનપટ હુરટી બોલ્યો, એટલે ભડકી જવાને કારણે પાણીનો પ્યાલો મારા હાથમાં રહી ગયો અને ઉધરસ ચડી જતાં, મોંમાં નાખેલો અજમો સૂસવાટા સાથે વાતાવરણમાં પ્રસરી ગયો…..
‘ગણપતભાઈ, હું અજમો ફાકી રહેલો ! પણ તમે….’ મેં ખોં ખોં કરતાં જણાવ્યું.
‘પેલ્લાં ટમારી ઉઢરસને કંટ્રોલ કરો….! અજમો ખાવાની હું જરૂર પડી ?’ એણે પૂછ્યું.
‘ઉધરસ થઈ છે, એટલે.’ મેં કહ્યું.
‘આજકાલ હું લખો છ ?’ એણે વાત બદલી.
‘અજમા વિષે લેખ લખું છું……’ અજમાનું બીજું પડીકું ખોલતાં મેં કહ્યું, ‘પ્રેમિલાભાભી શું કરે છે ?’
‘ઝઘડા, બીજું હું ? એ બૌ ફાટી ગઈ છ !’
‘તો અજમો વાપરો…..’ મેં કહ્યું.
‘આ અજમાનું હું ચક્કર છે ? પ્રેમિલા ટો અજમાને અડે બી નીં !’ એ બોલ્યો.
‘અજમો તમારે ફાકવાનો, એથી તમારી સહનશક્તિ વધશે !’ મેં ચોખવટ કરી.
‘પન ટમે અજમા પાછર કેમ પઈડા છો ?’ એ કંટાળ્યો.
‘ગણપતભાઈ, હમણાં એક અજમાપ્રેમી બહેન સાથે મુલાકાત થયેલી. એમનું નામ છે અજમાબહેન અજમેરી ! આજકાલ હું એમના પ્રભાવમાં છું.’ મેં કહ્યું.
‘પન બઢી વાટમાં અજમો કાંઠી આવે ? મારું ટો મગજ ભમી ગીયું !’ એણે લમણે હાથ દીધા.
‘તો…. અજમો ફાકી લો, તરત ઠીક થઈ જશે !’ મેં એની સામે પડીકું ધર્યું અને એ ઊઠીને ચાલતો થઈ ગયો !
પ્રિય વાચક મિત્રો, અજમો (મારી જેમ) સર્વગુણસંપન્ન હોય છે, એવું અજમાબહેન અજમેરીનું માનવું છે. અજમાબહેન લેખક નથી. એટલે એ પોતાની વાત વાચકોને બરાબર સમજાવી શકતા નથી. આથી એ બીડું મેં ઝડપ્યું છે. તમે કદાચ જાણતાં હશો કે અજમો દરેક રસોડામાં હોય છે. (આજકાલ હું યે રસોડું સંભાળું છું. એટલે મને તો એની ખબર છે !) અજમો પાચનકર્તા, ભૂખવર્ધક, પિત્તદોષ નિવારક, હૃદય માટે હિતકર, વીર્યવર્ધક, બળપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. એવું અજમાબહેન અજમેરી કહે છે, એટલે એ ખોટું હોય જ નહીં. અજમો કેટકેટલા રોગોને નિવારે છે. તમને ખબર છે ?
શરદી-સળેખમ : શરદી તો પ્રેમ જેવો રોગ છે. એકને થાય એટલે બીજાને એનો ચેપ લાગે અને જોતજોતામાં ફેલાય ! પણ ‘આઈ લવ યુ’ કહેવાથી શરદી મટતી નથી. શરદીને લીધે માથાનો દુખાવો થાય, તો અજમાની પોટલીને ગરમ કરી સૂંઘવાથી નાક રેલવેના ફાટકની જેમ ખૂલી જાય છે અને માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે, જાણે કે…. કે.લાલનો જાદુ ! અલબત્ત, પ્રેમરોગમાં અજમો લેવાથી કાંઈ ફરક પડતો નથી, તેની વાચકો નોંધ લે.
વીંછીનું ઝેર : વીંછી કરડે તો અજમાને પાણીમાં વાટીને લગાડવો, શું સમજ્યા ? અરે ભૈ, અજમો વીંછીને નહીં લગાડવાનો યાર ! એમ કરશો તો એ બીજો ડંખ મારશે, ભલા માણસ ! વીંછી તમને જ્યાં કરડ્યો હોય, એ ભાગ પર અજમો લગાડજો, ઓકે ?
ઉદરશૂળ : ખોરાકનો અપચો થઈ જાય અને પેટમાં દુખે તો ત્રણ ગ્રામ અજમો, કાળા મરી અને એક ગ્રામ સિંધવલૂણ, એ ત્રણેને વાટીને ગરમપાણી સાથે પી જજો ! કવિઓએ આમાં રસ ના લેવો. ઘરમાં ખોરાક જ ના હોય, તો ઉદરશૂળ ક્યાંથી થાય ? વળી કવિતાનો પુરસ્કાર એટલોયે નથી હોતો કે ત્રણ ગ્રામ અજમો ખરીદી શકાય !
પ્રસૂતાનો મંદાગ્નિ : અજમો, સૂંઠ અને ગોળનું મિશ્રણ લેવાથી પ્રસૂતા સ્ત્રીની પાચનક્રિયા વેગીલી બને છે. જો એમ ના બને તો જવાબદાર પુરુષને ફટકારવો ! સ્ત્રી વગર વાંકે ક્યાં સુધી અજમા ફાકે ?
હાલતા દાંત : પત્નીના હાથની તલસાંકળી ખાનાર હિંમતબાજ શોખીનોએ આ ઉપાધિ વહોર્યા પછી… અજમો, મરી, એલચીનાં ફોતરા અને જાયફળનું દંતમંજન હળવે હાથે કરવું. જોર કરશો તો દાંત પડી જશે !
શરીર ઠંડુ પડી જવું : ‘મહદ અંશે પતિઓને જ આ વ્યાધિ થાય છે. પત્ની હરખાય એ પહેલાં જ અજમાને પાણી સાથે લેવાથી એના ઓરતાં પૂરાં નહીં થાય અને તમે સ્વસ્થ થઈ જશો.
સંધિવા : સરકારી નોકરી કરતાં આખા હાડકાનાં માણસોને આ રોગ થતો હોય છે. એવું થાય ત્યારે તેલમાં અજમો નાંખી ગરમ કરો અને સંધિવા પર લગાડો.
બહુમૂત્ર-દોષ : વારંવાર બાથરૂમ કરવા જવું પડે, ત્યારે અજમો અને કાળા તલ ભેગા કરી સેવન કરવું. ખાસ તો નોકરીના ઈન્ટરવ્યૂ વખતે આ વ્યાધિ ઉપડે છે ! અમારો એક મિત્ર એવા સમયે અજમાનું સેવન કરવામાં વ્યસ્ત હતો અને બીજા એક ઉમેદવારને નોકરી મળી ગયેલી ! ટૂંકમાં, ઉપચારમાં પણ વિવેક બુદ્ધિ વાપરવી.
કર્ણપીડા : કવિ સંમેલનમાં શ્રોતા તરીકે ગયા પછી જો આ રોગ ઉપડે, તો નવશેકું અજમાનું તેલ પોતાના કાનમાં ટપકાવવું.
‘તમારા લેખો અમને પચતાં નથી !’ એવી કાયમ ફરિયાદ કરતાં અમારા સંપાદકશ્રીને આ લેખ સાથે હું અજમાનું પડીકું પણ મોકલવાનો છું, અસ્તુ.
.
[2] નોકરીની અરજી, ખુલ્લા હૃદયે !
મહેરબાન સાહેબશ્રી,
મઝામાં છો ને ?
હું મઝામાં નથી.
સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી ચારેક વર્ષથી રાજસ્થાનના રણમાં પાણી શોધીએ, એમ નોકરી માટે આથડું છું. (પણ કોણ જાણે કેમ, મારું મોઢું જોતાં જ નોકરીની ના પડી જાય છે !) આપ તો વિશાળ હૃદયવાળા છો…. (સાંભળ્યું છે કે આપનું હાર્ટ પહોળું થઈ ગયું છે !) એટલે ધારું છું કે આ વિશિષ્ટ પ્રકારની અરજી વાંચ્યા પછી આપ મને કમ સે કમ…. કલાર્કની નોકરી તો આપશો જ, એવી મારી શ્રદ્ધા છે. આ સાથે મારાં લગભગ સાચાં સર્ટિફિકેટની નકલો બીડી છે.
મને જાણવા મળ્યું છે કે આપ ‘કામ’ના માણસ છો અને ‘કામ’ને જ મહત્વ આપો છો. (એટલે તો કોઈ યુવતી આપની ઑફિસમાં ટકતી નથી !) હું પણ કામગરો માણસ છું અને આપના ચીંધેલ માર્ગે જવા કટિબદ્ધ છું. આપના કામનું ભારણ હું ઉતારીશ ! (આપની પી.એ. ને પણ મારી ખાસ યાદ આપશો !) જાણું છું કે આપનો સ્વભાવ ગુલાબી છે, એટલે આ સાથે થોડાં ગુલાબ પણ મોકલ્યાં છે. (એમાંથી એકાદું ગુલાબ આપની સ્ટેનોગ્રાફરને આપશો તોયે મને ગમશે !) મારો સ્વભાવ કદાચ ખુશામતિયો લાગશે, પણ મને ખુલ્લા હૃદયે કહેવા દો કે ખુશામત તો ખુદાનેય પ્યારી હોય છે. જો મને નોકરી મળશે અને હું આપનો ખુશામતિયો બની શકીશ, તો એનું મને ગૌરવ હશે. બધી ઓફિસોમાં હોય છે, તેમ આપની ઓફિસનો સ્ટાફ પણ માથાભારે હશે જ. ને એમ હોય તો ટાંટિયાખેંચ માટે મારા જેવા માણસની જરૂર પણ આપને હશે જ. આપને જાણીને આનંદ થશે કે કબડ્ડી મારો પ્રિય શોખ છે. હું કબડ્ડીનો ઉત્તમ ખેલાડી છું. હું ઑફિસનાં કાર્યોમાં પણ એની ઝલક આપતો રહીશ. આપના પક્ષે મારા જેવા ખેલાડીનું હોવું આમ તો આવશ્યક જ ગણાય ને ! (હું આપનો ‘હનુમાન’ બનવા ઉત્સુક છું !)
ગયે વર્ષે આપનું નામ છાપે ચડ્યું, ત્યારથી હું આપને ઓળખું છું. એમાં આપના માટે ‘કૌભાંડી’ શબ્દ વપરાયેલો, તે મને નહોતું ગમ્યું. વ્યવહારની બાબતને માટે ‘કૌભાંડ’ શબ્દ પણ ન વપરાય. દરિયામાંથી ચમચી પાણી લેવા માટે કોઈને પૂછવાની જરૂર જ ન હોય. વળી ચમચી પાણી લેવાથી દરિયો કાંઈ ખાલી નથી થઈ જતો. ‘લાંચ’ શબ્દ તો ન જ વપરાવો જોઈએ. મંદિરમાં ગયેલ માણસ ‘પ્રસાદ’ની આશા તો રાખે જ, એમાં કાંઈ ખોટું નથી. ઈન્દિરા ગાંધીના શબ્દોમાં કહીએ તો…. લેવડદેવડમાં થતી સામાન્ય ‘ઈરેગ્યુલારિટીઝ’ તો બધે જ હોય છે. છાપાંઓની કાગારોળથી અસ્વસ્થ થઈ આપ રજા પર ઊતરી ગયેલા, એવા પણ સમાચાર હતા. ખેર, મીડિયાને તો હોટ ન્યૂઝ જોઈએ જ, એથી ગભરાવું નહીં. આ પ્રકારના સમાચારો દૂધના ઉભરા જેવા હોય છે. નવું કૌભાંડ ઝડપાતાં જ પાછલું કૌભાંડ બધાં ભૂલવા લાગે છે.
આ બધું ભાભી તો સમજી શકે છે, પણ આપનાં બાળકોની મને ચિંતા રહે છે. બાળકોનાં કુમળાં માનસ પર એવી અસર પડે કે પપ્પા હવે ‘કમાવા’ નહીં પણ ‘લૂંટવા’ જાય છે ! જો કે આ બધાથી બાળક અત્યારથી જ ઘડાવા લાગે, તો ખોટું નહીં. કદાચ આ બધી આડવાત લાગે, પણ જો ઊંડું વિચારશો તો લાગશે કે આ અરજી લખનાર કેવી સરસ કોઠાસૂઝ ધરાવે છે ! હું એ પણ જાણું છું કે માત્ર સાચાંખોટાં સર્ટિફિકેટથી નોકરી મળતી નથી, ઓળખાણ પણ જોઈએ છે. આપના કેટલાક ઓળખીતાઓ મને પણ ઓળખે છે, એના રેફરન્સ આપું ? આપની સોળ વર્ષની દીકરી મુસલમાન છોકરાને ભગાડી ગયેલી (જો કે છાપામાં અવળું છપાયેલું !) એનો કોર્ટ કેસ તો હજી ચાલતો હશે ! તમારા વકીલ વિઠ્ઠલભાઈ વ્યાસ મારા પપ્પાના ખાસ મિત્ર થાય ! મારા પપ્પાને એક કૌભાંડમાં ખોટી રીતે સંડોવવામાં આવેલા, ત્યારે વિઠ્ઠલભાઈ એ જ એમને નિર્દોષ છોડાવેલા. વિઠ્ઠલભાઈમાં વિઠ્ઠલતા અદ્દભુત છે, એ તો તમે જાણો છો ! જેના પર આપનો ડોળો રહે છે (એમ કહેવાય છે) તે આપની સાળી રીટા મારા કાકાના સાળાના સાઢુભાઈના દીકરા દીનકર સાથે ભણેલી. આ રીતે જુઓ તો હું ઘરનો માણસ ગણાઉં ! એટલે તમારે તો મને ‘કાલથી આવી જાવ !’ એટલું જ કહેવાનું રહે ! અરજીને અંતે ફરી એટલું અવશ્ય કહીશ કે હું દિલ દઈને (‘કોને ?’ એવું ના પૂછતા) કામ કરીશ, પણ એ માટે મને એક તક અવશ્ય આપશો. (તમારે ત્યાં નોકરી મેળવવા માટેના જે ભાવ ચાલે છે, તે મને મંજૂર છે, એટલે વધુ કાંઈ લખતો નથી.) આપની છત્રછાયામાં મારી કેરિયર ઘડાય, તો એ મારા માટે ખૂબ ગૌરવરૂપ જ ગણાશે.
એ જ સદા આપનો વિશ્વાસુ….
-અરવિંદ અર્ધ્વ્યુ

Monday, October 4, 2010
ભીખુદાનભાઈ ગઢવી
ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જેમાં તેઓ ભારતીય સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્યથી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.
ગુજરાતી સાહિત્ય જેટલુ વિશાળ અને સમૃધ્ધ છે, તેટલું જ પ્રેરણા દાયક છે. ગીત, ગરબા, નૃત્ય, લોકગીતો તથા લોક ડાયરાઓથી સાહિત્ય વધારે રસિક અને આનંદ દાયક બન્યુ છે. અનેક વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ કરવા માટે જીવન અર્પણ કર્યા છે.
ગુજરાતના ગામડાઓંમાં હજી પણ લોક ડાયરાઓ આનંદિત જીવનનો એક ભાગ છે. માત્ર ગુજરાતના ગામડાંઓ જ નહીં શહેરોમાં અને વિદેશોમાં પણ ડાયરાના ચાહકોનો એક ખાસ વર્ગ છે. લોક સંસ્કૃતિને લોક હદયમાં ધબકતી રાખવા અનેક લોક કલાકારો એ પોતાના જીવન ને જ સંસ્કૃતિમંત્ર બનાવી દીધો. છે.
ગુજરાતમાં લોક સંસ્કૃતિને લોક પ્રિય બનાવવામાં ગઢવી કોમનાં ભીખુદાન ગઢવીનું યોગદાન પણ ખૂબ છે. શ્રોતાગણ, સંગીતના વાદ્યો અને ભીખૂદાન ગઢવીના અનુભવી અને સુમધુર સ્વરના લહેકાનો સમન્વય ભલભલાના મનને એક વખત માટે ડોલાવી દે.
ગુજરાતી તખ્તામાં તો ખરૂ જ સાથે સાથે છેલ્લા વીસ વર્ષથી બોલિવૂડમાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્રારા ગુંજતો કરીને એક અનેરૂ પ્રદાન કર્યુ છે. આ લોકપ્રિય કલાકારે બી.એસ.સી. સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતની લોકસંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ડાયરા અને અન્ય સાંસ્કૃતિક માધ્યમો દ્રારા રજૂ કરીને બહોળી પ્રસિધ્ધિ આપી છે.
નરસૈયાની નગરીના વતની એવા અને ગુજરાતી લોક સાહિત્યના જાણીતા લોકસાહિત્યકાર અને ચારણી સાહિત્ય સાથે જેનો ધરોબો છે તેવા ભીખુદાનભાઈ ગઢવીને વર્ષ ર૦૦૯ ના કવિ દુલાકાગ એવોર્ડથી સન્માનીત પસંદગી થતા સોરઠ અને સૌરાષ્ટ્રના લોક સાહિત્ય ક્ષેત્રમાં હર્ષની લાગણી પ્રસરી છે.
ગુજરાતી લોક સાહિત્યક્ષેત્ર માટે શ્રી મોરારીબાપુના પ્રયાસોથી શરૃ થયેલ કવિ દુલાકાગ એવોર્ડ માટે આ વર્ષે ભીખુદાનભાઈ ગઢવીની પસંદગી થઈ છે. દુલાકાગ એવોર્ડ સમિતિ દ્વારા કવિ શ્રી દુલાકાગની સ્મૃતિમાં આ એવોર્ડ દર વર્ષે મોરારીબાપુના હસ્તે આપવામાં આવે છે. આ એવોર્ડ અત્યાર સુધીમાં બે સાહિત્યકારો અને એક કટાર લેખકને એનાયત કરાયો છે. જેમા મેઘાણી લોક સાહિત્ય સંપાદનમાં મદદ કરનાર સ્વ.ગગુભાઈ લીલા, મહેશદાન મિષણ અને કટાર લેખક દોલતભાઈ ભટ્ટનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ મેળવનાર સાહિત્યકારોને મોમેન્ટો, શાલ અને પચ્ચીસ હજારના રોકડ પુરસ્કાર સાથે સન્માનીત કરવામાં આવે છે. એવોર્ડથી વિભૂષિત થનાર ભીખુદાનભાઈએ સંદેશ સાથેની વાતચિતમાં જણાવ્યુ કે, આ એવોર્ડ ની સાથે પુજ્ય મોરારી બાપુના હસ્તે હું સન્માનીત થઈ રહ્યો છું તેનો મને આનંદ છે. આ મારૃ સન્માન નથી પણ સમગ્ર લોકસાહિત્ય તથા ચારણી સાહિત્યનું સન્માન છે. મેં ગામડે ગામડે ફરી લોક સાહિત્ય સાથે વણાયેલ કવિ કાગના ગીતો અને કાગની વાતો કરી ત્યારે ગામડાના લોકોએ જે પ્રેમ આપ્યો તેના પ્રતિભાવ રૃપે આ એવોર્ડ માટે મારી પસંદગી કરવામાં આવી હોવાનું હું માનુ છું.

Thursday, December 31, 2009
ચાલો કુદરત ખોળે જઇએ
પ્રેમ પ્રકૃતિ પ્રભુ એક છે જાણી લઇએં, ચાલો કુદરત ખોળે જઇ સુખ માણીએં
માનવી તેની બૌદ્ધિકકક્ષાને કારણે જ સૃષ્ટિના અન્ય તમામ સજીવો કરતા ઉત્કૃષ્ટત્તમ સ્થાન પામ્યો છે. તેની વિચારશીલતાને કારણે જ તે હંમેશા ઉડાણપૂર્વક, ઉડાણમૂલક અઘ્યયનો પ્રત્યે પોતાનું જ્ઞાન અને ઘ્યાન કેન્દ્રિત કરતો આવ્યો છે, તેથી જ તે સમુદ્રની લહેરોને જ નહીં તેના પેટાળના મૌકિતકોને પણ પ્રાપ્ત કરી શકયો છે.
વિશ્વની કોઇ પણ વિધાશાખાના સમદ્ધ જ્ઞાનકોશમાં આપણને જે-તે જ્ઞાન-વિજ્ઞાનના મૂળ તત્વને પામવાના પ્રયાસરૂપે જ પ્રાપ્ત થઇ શક્યા છે. ભારતીય તત્વચિંતનના ષડ્ દર્શનો આનું શ્રેષ્ઠ નિદર્શન છે. આમ સર્વ પ્રાચીન અને અર્વાચીન પૌર્વાત્ય -પાશ્ચાત્ય વિજ્ઞાનોનો આરંભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૃષ્ટિ વિજ્ઞાન મતલબ કે, સૃષ્ટિ ઉત્પતિ વિજ્ઞાનના નિરૂપણથી જ થાય છે.
પ્રકૃતિ, પર્યાવરણ અને સજીવખેતીને ઉતેજન આપવા હેતુ રામકષ્ણ ટ્રસ્ટ માધાપર, તા. ભુજ દ્વારા જાણીતા ગુજરાતી કવિ મહેશ સોલંકી ‘બેનામ’ દ્વારા લખાયેલા પ્રકૃતિ ગીતની સુંદર ઓડિયો સીડી ‘ચાલો કુદરત ખોળે’ કચ્છના જાણીતા સંગીતકાર અબ્દુલભાઇ ખાવરાએ સંગીત મઢીથી છે. આ એમ. પી.-૩ સીડીના બીજા ભાગમાં વંદે ગૌ માતરમ્ શીર્ષક સાથે વેદ પુરાણોના સમયથી જે ગાયની પૂજા-અર્ચના કરવામાં આવે છે તે ગાય આ પ્રકૃતિને આ માનવીને શું શું આપે છે તેની સચોટ વાત ગીતો દ્વારા કવિ મહેશ સોલંકી ‘બેનામ’ એ કરી છે.
‘ચાલો કુદરત ખોળે’ સંગીત અને લય છંદમાં તૈયાર કરેલું અનમોલ ઘરેણું છે, પરંતુ સંગીતના તજજ્ઞ પ્રબુદ્ધ વિવેચક જ આ સીડીના સંગીતની સૂઝ સાથે વિસ્તૃત વિવરણ કરી શકે, પરંતુ સંગીતકાર મિત્ર અબ્દુલ ખાવરા અને કવિ મહેશ સોલંકીની આ પ્રથમ ભેટને ગમતાનું કરીએ ગુલાલે ઉકિત સાથે આછેરું આચમન કરીએ.
પ્રથમ ભાગમાં નવ ગીતોને મૂકવામાં આવ્યા છે. આ. નવ ગીતો સમગ્ર પર્યાવરણની સંક્ષિપ્ત નોંધ જેવા કવિએ આલેખ્યા છે. આવો આપણે આ નવ ગીતોની શંખલાને સમજી લઇએ. પ્રથમ ગીતમાં ‘ઝાઝા વાવો ઝાડવા તો વરસે વરસાદ’ એ પંકિત સાથે વૃક્ષોનો મહિમાગાન કવિએ કર્યો છે. વૃક્ષ વગરની ધરતી રણ સમાન છે. પરોપકારી મૂંગા સંતો જેવા વૃક્ષો સંત લગી માનવ પર ઉપકારી રહ્યા છે.
બદલામાં ફકત એક લોટો પાણીની અપેક્ષા સાથે રક્ષણની આશાએ વૃક્ષો માનવ જીવનમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેવા અર્થોસાથે કવિએ ખુબીથી વૃક્ષોના જતન માટે અપીલ કરી છે.
બીજા ગીતમાં ‘વાંસમાં વહેતો જાય પવન’ શીર્ષક સાથે ‘બેનામ’ પર્યાવરણને પ્રદૂષિત થતો અટકાવવા અને સ્વરથ દીઘાર્યુ જીવન જીવવા પવનને શુદ્ધ રાખવાની વાત કરી છે. ત્રીજા ગીતમાં વરસાદના એક એક ટીપાંને બચાવવા અને સૂકી ધરતીને લીલીછમ કરવા ખેત તલાવડી અને પાણી બચાવની વાત ખેતર શેઢે તલાવડી ગાઇને કરી છે.
ચોથા ગીતમાં અળસિયાંની અગત્યતા દર્શાવવામાં આવી છે. અળસિયા રાત-દિવસ કચરાને સોનું કરી ધરતીને ધબકતી કેમ રાખે છે. તેની વાર્તા સાથે વાત રજૂ કરી છે. તો પાંચમા ગીત ‘ચાલો કરીએ સજીવ ખેતી’માં રસાયણિક ખાતરથી થતા નુકસાન અને સજીવખેતીથી થતા ફાયદાની સચોટ ઉપાયો સાથે છણાવટ કરવામાં આવી છે. છઠ્ઠા ગીતમાં ધરતીપરના વૃક્ષો કપાયાં અને પ્રદૂષણ વઘ્યાં છે.
જે પર્યાવરણના સંતુલનને કેટલા જોખમી નુકસાનો કરી રહ્યા છે તેની વાત કરી છે. તો સાતમાં ગીતમાં પાણીના મહત્વને સમજાવવામાં કવિ આરપાર પૂરા ઉતર્યા છે. આઠમાં ગીતમાં સજીવખેતી નવા યુગના દ્વારા ખોલી ખેડૂતોને આવકારી રહી છે, તો છેલ્લા અને અંતિમ ગીત ‘આજ ઝરે ઘનશ્યામ બુંદ થઇ’ વર્ષા જળના એક એક બુંદમાંથી પ્રકૃતિનો પ્રેમ ધરતી પર ઉતરે છે. અમૃતવર્ષાથી સમગ્ર જીવસૃષ્ટિ આબાદ થાય છે.
ખૂબ જ લયબદ્ધ રીતે કચ્છના કલાકારો ઓસમાણ મીર, પ્રગતિ મહેતા, અભિજીત ભટ્ટ, શાહીદ ધાફરાની કાસમ બેલીમ અને હંસાબેન ભટ્ટ સમગ્ર ગીતોમાં પોતાના સ્વરના કામણ પાથર્યા છે.
તો વાધવૃંદમાં અબ્દુલ ખાવરાની અનુભવી રાગિણી, લય, છંદ અને આરોહઅવરોહ સાથે ઓર્ગન પર મયૂર સોની, ગિટાર પર ઓજસ વોરા, વાંસળી પર અલોક વૈશ્ણવ, તબલાં-ઢોલક અને ઓકટોપેડ પર ચિંતન દવેએ એક-એક ગીતને જાણે નજાકત સાથે વાધના વાધા પરિધાન કર્યા છે, તો જીતેશ દવે દ્વારા દરેક ગીતની શરૂઆતમાં પ્રાસંગિકતા સભર પ્રસ્તાવના સમગ્ર સીડીમાં પ્રાણ પૂર્યા છે. આ સીડીના બીજા ભાગમાં ‘વંદે ગૌ માતરમ્’ શીર્ષક સાથે સાત ગીતોની શંખલા કવિ મહેશ સોલંકી બેનામના રૂપકડા રૂપકો સાથે લખાઇ છે, જેમાં ગૌમાતાની ગાથા રજૂ કરવામાં આવી છે.
ગાયનું મુખ્ય ઉત્પાદન દુધ નહીં ગોબર (છાણ) છે. એ કચરો નહી પણ સોનાસમું ખાતર છે. ગૌમુત્ર એ સેંકડો રોગોની રામબાણ દવા છે. કુદરતી ઉપચાર છે. તો ગૌવંશ એ ઉર્જાનો અક્ષત ભંડાર છે. આરોગ્ય, પુષ્ટિ, તૃષ્ટિ શ્રી અને સૌભાગ્ય દેનારી ગાયને ‘બિચારી’ ગણવામાં આપણું વિચારાપણું છતું થાય છે ધર્મોરક્ષતિ રક્ષિત: ની જેમ ગાવો રક્ષતિ રક્ષિત: સૂત્રને આત્મસાત કરવા કવિ મહેશ સોલંકી બેનામે આ ગીતોમાં અપીલ કરી છે.
આ બીજા ભાગમાં પ્રાસંગિક પ્રસ્તાવના જાણીતા કચ્છીકવિ જયંતીભાઇ જોશી ‘શબાબ’ એ પોતાના સ્વરે આપી છે, તો ગાયમાતાની આરતી સાથે ‘જીવોના જતનને માટે ધરતીને વરદાન મયું’ ‘છાણ સોનાની ખાણ રે ભાઇ સાંભળ મારા સંતાન કાં ગૌ માતા હેરાન ?’ ગૌચરમાં નજરું બગાડી, મથુરામાં કાન્હાને ગાય રોજ સાંભરે અને ‘વંદે ગૌ માતરમ’્ શીર્ષકગીતો કચ્છી કલાકારોએ ખૂબ જ ભાવથી રજૂ કર્યા છે.
કચ્છમાં નહીં ગુજરાતમાં પ્રથમવાર પર્યાવરણ અને ગૌ રક્ષા સાથે સજીવખેતી અને પ્રકૃતિ બચાવવાના ભાગરૂપે આ પ્રથમ ઓડિયો સીડી છે. કચ્છના પર્યાવરણપ્રેમી અને સજીવખેતી માટે સતત જાગતિ દાખવતા કવિ મહેશ સોલંકી ‘બેનામ’ની આ પર્યાવરણ વંદનાને અભિનંદન આપવા ઘટે, સાથે કચ્છી ગાયકવૃંદ અને વાધવૃંદના સમગ્ર કચ્છી કલાકારોને આવા બેનમૂન આલ્બમ માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે એકવાત !! આ સીડીને અંતે સંજીવ ધારૈયાએ વાંસળી વાદન સાથે ગાયનેજે પ્રિય સંગીત છે તે પીરસ્યું છે.
જે સંગીત ગૌશાળામાં નિયમિત વગાડવામાં આવે તો ગાય પ્રફુલ્લત રહે છે અને દૂધ સાથે એક, એવી ઉર્જા ઉત્પન્ન કરે છે કે જે પર્યાવરણને શુદ્ધતા બક્ષે છે. આ ગૌ પ્રિય સંગીતમાં રાગ ‘લલિત’ બિભાસ અને રાગ ‘ભૈરવી’ની ખૂબ જ કર્ણપ્રિય ધૂનો સંજીભાઇ ધારૈયા અને અબ્દુલભાઇ ખાવરાના માર્ગદર્શન નીચે તબલાં પર સંગત મહેંદીહસને કરી છે.
ખૂબ જ ભાવસભર આ રાગો મનુષ્ય જીવનમાં પણ એટલાં જ પૃષ્ટિવર્ધક અને આનંદમય અનુભૂતિ અપાવે છે. આ બીજા ભાગના વાધકલાકારોમાં તબલા પર આરીફ સોરિઠયા ઢોલક પર મહંમદ ખાવરા અને સાઇડ રીધમ પર વિપુલ મહેતાનો કસબ કાબિલે સલામ છે. સમગ્ર સીડી દરેક પર્યાવરણ પ્રેમીએ વસાવવા યોગ્ય છે. આ સીડી માટે રામકષ્ણ ટ્રસ્ટ માધાપર, તા. ભુજનો સંપર્ક કરતા વિશેષ માહિતી મળી શકશે.

સૂર્યનગરી: જોધપુર
સૂર્યનગરી: જોધપુર
જયપુર તો જાણે પિંક સિટી તરીકે ઓળખાય છે પણ જોધપુર? જોધપુર સન સિટી તરીકે જાણીતું છે. જોધપુરને રાવ જોધાએ વસાવ્યું છે. જયપુર સ્થિત ઉમેદભવન પેલેસ દેશના સૌથી ભવ્યાતિભવ્ય બાંધકામમાં સ્થાન પામે છે. ઉમેદ ભવન પેલેસની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેકચરલ પેઢી ‘લેન્કેસ્ટર એન્ડ લોજે’ તૈયાર કરી છે.
સામાન્ય રીતે મહેલો રાજા-મહારાજા-શહેનશાહ-સમ્રાટોનો વૈભવ દર્શાવવા માટે બંધાતા હોય છે. ઉમેદભવન પેલેસ જો કે સત્તા સંપત્તિનું નહીં પ્રજા વાત્સલ્યનું પ્રતીક છે. તે વખતે દુષ્કાળમાં સપડાયેલી પ્રજા બેકાર ન થઇ જાય તે માટે રાજાએ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું અને ૧૨ વર્ષથી વધુ સમય સુધી તે કામ ચાલ્યું. તે દરમિયાન હજારો કામદારોને રોજી-રોટી મળી. મહેલનું ઇન્ટિરિયર યુરોપિયન સ્ટાઇલનું છે.
૧૯૪૩માં ઉમેદભવન મહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજશ્રી બેનરની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું કેટલુંક શૂટિંગ અહીં થયું છે. જોધપુરની બાજીમાં સવાસો મીટર ઊચાઇ પર આવેલા મહેરાંગઢ પરથી શહેરનું રમણીય દ્રશ્ય દેખાય છે. મહેરાંગઢમાં સંગ્રહાલય છે. ત્યાં રજવાડી વારસો સચવાયો છે. ૧૫મી સદી દરમિયાન બનેલી શીપ કિલ્લા પર આજેય અડીખમ છે.
ચીનની દીવાલની ભારતીય આવૃત્તિ: કુંભલગઢ
કુંભલગઢ એક સમયે ખાધાન્નનો કોઠાર હતો. તેની વસ્તી ૩૦,૦૦૦ હતી અને ત્યાં ૩૫૦ જેટલા દેવાલયો હતા પણ શહેરનો ઉપયોગ ખાધ પુરવઠો સંઘરવા માટે થતો હતો. કુંભલગઢ ફરતે ૩૬ કિ.મી. લાંબી અને ૨૬ ફીટ પહોળી દીવાલ આવેલી છે. એ દીવાલ પરથી એકસાથે આઠ ઘોડા જોતરેલા રથ સહિતની સેના પસાર થઇ શકતી હતી. આ દીવાલને ચીનની દીવાલની તેની આવૃત્તિ ગણી શકાય!
દીવાલમાં કુલ સાત દરવાજા છે જે મજબૂત લાકડામાંથી બન્યા છે. આ ગઢનું બાંધકામ રાણા કુંભે કરાવ્યું હતું. જોકે વિધીની વક્રતા એ છે કે રાણા કુંભની હત્યા આ જ કિલ્લાની અંદર તેના દીકરા ઉદયે કરી હતી! ત્યાં એક બાદલ મહેલ છે. તેનાં રાણીવાસનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે રાણીવાસમાં ચાલતી વાતો થોડે દૂર રાજા પોતાના ખંડમાં સાંભળી શકતો હતો!
રોમાન્સ નગરી: ઉદયપુર
આમ તો ઉદયપુર નામ જોતા ખરેખર તેને સૂર્યોદયનું શહેર ગણવું જોઇએ પણ તે સરોવરોનું શહેર છે. ભવ્યતાનું શહેર છે. રમણીયતાનું શહેર છે. રોમાન્સનું શહેર છે! જોધપુરથી ઉદયપુર ૨૭૫ કિલોમીટર દૂર છે. કોઇ પણ રસ્તે સરળતાથી પહોંચી શકાય છે. ઉદયપુર મહારાજા ઉદયસિંહે તેના વાસ્તુશાસ્ત્રીની સલાહથી વસાવેલું પાટનગર હતું. ઉદયપુરમાં કુલ ત્રણ તળાવ છે. ફતેહસાગર, પિછોલા તળાવ અને સ્વરૂપસાગર.
શહેરની વરચે લેક પેલેસ આવેલો છે. આજે તો આ પેલેસ જોવાલાયક હોટેલ બની ગયો છે. ઇતિહાસ એવો છે કે, મહારાજા જગતસિંહ બીજાને તેમના પિતાએ પિછોલા તળાવની વરચોવરચ આવેલા જગતમંદિરમા તેમના મહારાણી સાથે રોમાન્સ કરતા રોકયા અને કહ્યું કે પિકનિક કરવી હોય તો તમારો પોતાનો મહેલ બનાવો! જગતસિંહે તરત જ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું. ૧૭૮૬માં બનેલા એ મહેલનું નામ રખાયું લેક પેલેસ.
લેક સિટી ઉદયપુરમાં આગળ વધીએ તો ફતેહસાગર અને બાજુમાં નહેરુ બાગ આવેલો છે. જરા આગળ જઇએ એટલે ટેકરી ઉપર ૨૯ એકરમાં ફેલાયેલો વિલાસ પેલેસ છે. જોકે આજે આ પેલેસ પંચ તારક હોટેલ છે. ૧૮મી સદીમાં મહારાજા સંગ્રામસિંહે બનાવડાવેલો ઉધાન પણ જોવા જેવો છે. ઉધાનમાં પાંચ ફુવારા હતા અને તે એવી રીતે ચાલુ રહેતા કે ‘ટાપ ટિપ ટિપ ટિપ...’ એવું સંગીત સાંભળી શકાય!
ઉપરાંત ફરવા જેવું
પુષ્કર: પુષ્કરને તમામ તીર્થસ્થળોમાં પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. ભારતના બે પૈકીનું એક બ્રહ્મા મંદિર પુષ્કરમાં આવેલું છે.
અજમેર: અજમેર શરીફ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે પ્રસિદ્ધ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક.
નાથદ્વારા: બનાસ નદીના કિનારે વૈષ્ણવ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ નાથદ્વારા ભગવાન શ્રીકૃષ્ણના એક સ્વરૂપ માટે પ્રસિદ્ધ.
મહામરુસ્થલ તરીકે ઓળખાતું રાજસ્થાનનું રણ બે લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. કદની દ્રષ્ટ્રિએ તે જગતનું સાતમું મોટું રણ છે. રણ સપાટ રેતી, ટેકરીઓ અને ખાડા ખબડામાં વહેંચાયેલું છે.
રણના સૌંદર્ય ઉપરાંત પાકિસ્તાન સાથેનીસરહદ પણ એક આકર્ષણ છે. રણમાં પ્રકૃતિપ્રેમીઓ માટે પણ સૌંદર્ય ભરપુર છે. રણમાં ૨૩ પ્રકારના સાપ અને ૨૩ પ્રકારની ગરોળી જોવા મળે છે. સલમાન ખાન એન્ડ કંપની જેના શિકાર કેસમાં ફસાયેલી છે, એ કાળિયાર પણ જોવા મળી જાય.
જેસલમેર પાસે ‘ડેઝર્ટ નેશનલ પાર્ક’ આવેલું છે.
લુપ્ત: પ્રાય થઈ રહેલા પક્ષી ઘોરાડની થોડી વસ્તી હવે આ રણમાં જોવા મળે છે. આ બધા ઉપરાંત રણનું વાહન ઊટ અને તેની સવારી તો ખરી જ!

Subscribe to:
Posts (Atom)